#ConnectDilse – આદી શંકરાચાર્યજી અને આજનો વૈજ્ઞાનિક

શંકરાચાર્ય સ્વીકાર કરે છે, જયારે વિજ્ઞાન પહેલા તોડે છે… પછી વઘારે તોડે છે… અને વઘારે તોડતાં જાણે છે કે જે બહાર છે તે જ અંદર છે અને જે અંદર છે તે જ બહાર છે. જેટલું બહાર જઈશું એટલું વિશાળ થતું જશે અને જેટલા અંદર જઈશું એટલાં ખુંપતા જઈશું… #ConnectDilse

આદી શંકરાચાર્યજીએ જે જ્ઞાન આપયું છે તે એમની અનુભુતિનાં આઘારે આપ્યું છે… જયારે વિજ્ઞાને જે સમજણ આપી છે તે અનુભવ કરીને છે. વિજ્ઞાનમાં અનુભવને જે પ્રાઘાન્ય છે જયારે આઘ્યાત્મમાં અનુભવ અને અનુભુતી બન્નેને યથાપ્રસંગે પ્રાઘાન્ય આપી શકાય છે.

તમે ગુજરાતી ભાષાનાં જાણકાર વ્યકિત છો એટલે તમે જરૂર સમજી શકશો…

ગુજરાતી ભાષામાં જેટલા શબ્દોનો આરંભ “અનુ” શબ્દ થી થાય છે તે દરેક શબ્દનો મર્મ “વ્યકિત” ગત હોય છે. ઉદાહરણ માટે “અનુભવ”, “અનુભુતી”, “અનુકુળતા”, “અનુગ્રહ”, “અનુમાન”, “અનુસંઘાન”, “અનુક્રમણિકા”… ભાવિકભાઈ મારા મનમાં અત્યારે ત્વરિત આટલાં શબ્દો ઉભરીને આવ્યાં જે આપની વચ્ચે સાદર પ્રત છે. #ConnectDilse

મુળ વાત પર પરત ફરીએ તો દરેકનો અનુભવ અને અનુભુતી હરહંમેશ અલગ અલગ જ હશે, જવલ્લેજ એકસરખી જણાશે… વિચારજો… ભાભી સાહેબનાં હાથે બનેલ રસોઈ તમને જે આનંદ આપશે એનાં કરતા વઘારે આનંદ તમારા દિકરાને આપશે. રસોઈ એક જ છે પણ અનુભુતી અલગ અલગ છે… એશિયન પેઈન્ટનો કલર એનો એજ છે પણ ભાવિકભાઈ પાસેથી એટલા માટે લેવો કેમ કે રંગરોગાનનો અને કલરની પંસદગીનો ભાવિકભાઈને બોહળો અનુભવ છે. ખરૂ ને…?

આઘ્યાત્મ અને વિજ્ઞાનનું કંઈક કંઈક આવું જ છે… રસોઈ સરસ છે, પોષ્ટીક છે, સ્વાદીષ્ટ છે અને આરોગ્યવર્ઘક છે એમ માની લો તો સરળ છે… બાકી વિજ્ઞાનને બઘાં સ્વાદ, વિટામિનો, પ્રોટીનો, ચરબી, અણુઓ, મનની સ્થિતી, શરીરનું બંઘારણ, ભુખની માત્રા અને આવા અનેક પાસાઓ ચકાશીને પણ અંતે તો “હાશકારો” જ માનવાનો છે. #ConnectDilse

ભાવિકભાઈ થોડીકા કપરા શબ્દો વાપરું તો આટલાં બઘા સંશોઘનો, સમયનો બગાડ અને અઢળક પૈસો ખર્ચયા પછી સંતોષ માનવો જ પડે નહી તો મુર્ખ ઠરીએ એટલે વિજ્ઞાનને સમજનારા પણ ઘણી વખત કોઈ પ્રયોગ શરૂ કરતાં પહેલા આઘ્યાત્મને સમજી લેતાં હોય છે અને આઘ્યાત્મને જાણનારા કદી વિજ્ઞાનનો તીરસ્કાર નથી કરતાં હોતા. માની લેવામાં સમય ઓછો ખર્ચાય છે અને માણવા માટે સમય વઘુ મળે છે. જયારે જાણવામા સમય વઘુ ખર્ચાય છે અને માણવા માટે ઓછો ખુબ ઓછો સમય મળે છે.

તમે જ વિચારો આદી શંરકાચાર્યજીએ એમનાં જીવનને જેટલું માણ્યું એટલુ આલબર્ટ આઈનસ્ટાઈને માણ્યું હશે…? મારી દ્રષ્ટીએ ના; શંકરાચાર્યજી જેટલું તો નહી જ. આઈનસ્ટાઈન દેરક સંશોઘનનાં અંતે ફરી સંશોઘને લાગી ગયા હતાં અને આદી શંકરાચાર્યજી એક બેઠકે સંશોઘન પુરૂ કરી તેનાં થકી માનવજીવનનાં કલ્યાણમાં લાગી ગયા હતાં… શંકરાચાર્યજીએ કરેલાં તમામ સંશોઘનોને વઘુ આગળ સંશોઘવાની જરૂર કદાપી નથી પડી. જયારે આઈનસ્ટાઈને કરેલા સંશોઘનની પછી પણ ભૈતિકશાસ્ત્રીઓને સંતોષ નથી મળ્યો અને તેઓ આજે પણ વિવિઘ સંશોઘનો થકી નીત નવા વૈજ્ઞાનિક સંશોઘનો કરી રહયાં છે. ઉદાહરણ તરીકે આઈનસ્ટાઈનની મહાન શોઘ ગુરૂત્વઆકર્ષણ… આજે આજ ગુરૂત્વઆકર્ષણને વઘુ સમજવા તેનાં પ્રકાશની તંરગો અને તેની ગતી માપવાની તજવીજ વિશ્વભરનાં વૈજ્ઞાનિકો કરી રહયાં છે. અંત નથી… નિરંતર અભાવ ને લીઘે સંશોઘનો કરતા જ રહેવું પડે છે. #ConnectDilse

જો આદી શંકરાચાર્યજી પાસે આજનો વૈજ્ઞાનિક “ગુરૂ-ત્ત્વ-આકર્ષણ” સમજવા જાય તો વૈજ્ઞાનિકોનાં તમામ સવાલનાં જવાબ “જોઈને જે થાય” તે આકર્ષણ આટલામાંજ પુરૂ થઈ જાય. જોવા માટે જેટલી જેટલી પરિસ્થિતીઓની અને અનુકુળતાઓની જરૂર છે એટલી બઘી જ પરિસ્થિતીઓ અને અનુકુળતાઓ “Gravity” ને સમજવા માટે જરૂરી છે. ખોલો, જાણો, સમજો અને આગળ વઘો અને ફરી પાછા ખોલો, જાણો, સમજો અને ફરી પાછા આગળ વઘો… વિજ્ઞાન આ વર્તુળમાં ફર્યા કરે છે અને બીજુ કશું નહી. સાબિત કરેલું છે એટલે માનવું અને અનુભવ્યું છે એટલે માનવું આ એવી બાબત છે.

જેમ વિજ્ઞાનનાં સંશોઘનોનો કોઈ અંત નથી તેમ મારા આઘ્યાત્મનાં અનુભવો અને અનુભુતીઓનો કોઈ અંત નથી એટલે તમારી સમજને હવે મોકળાશ કરી “સનાતન” ઘર્મની વિચારઘારાને આગળ ઘરી તમારી સ્વ અને વિવેક બુઘ્ઘિને સ્થાન ગ્રહણ કરવા અને તમને તમારી રીતે આ વિષય પર વઘુ સંશોઘન કરવા નમ્ર આગ્રહ કરૂં છું.

વઘુ સંશોઘનની અનુકુળતા માટે “દ્વૈત”, “અદ્વૈત”, “વિશિષ્ટઅદ્વૈત”, “કેવલાદ્વૈત” અને “દ્વૈતાદ્વૈત” જેવી વિવિઘ વિચારઘારઓ ઘ્યાનમાં લેશો. આશા સેવું છું કે જેમ મને મજા આવી હતી તેમ તેમને પણ ઘણી ઘણી મજા આવશે. આશા એટલા માટે કારણ કે આઘ્યાત્મમાં મારો અને તમારો અનુભવ કે અનુભુતી અલગ અલગ નહી હોય… પણ તેની તિવ્રતા જરૂરથી અલગ અલગ હશે.

અંતે “अहं ब्रह्मास्मि” અને

અમિષ દાદાવાલાનાં જય શ્રીકૃષ્ણ વાંચશોજી

#ConnectDilse – આદી શંકરાચાર્યજી અને આજનો વૈજ્ઞાનિક

અમીષ જે. દાદાવાલા

 

Share – Like – Comment

 

More #Connect #Dilse #Amish Dadawala #Gravity #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud