Tiktok Ban in India: ભારતમાં જ્યારે TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેના વિશે ઘણો હંગામો થયો હતો. પરંતુ હવે TikTok પ્રતિબંધની અસર દેખાવા લાગી છે. ભારતને આ બાબતમાં મોટો ફાયદો મળ્યો છે. ચાઇનીઝ શોર્ટ વિડીયો બનાવતી એપ TikTok ના પ્રતિબંધ બાદ ભારતીય શોર્ટ વિડીયો બનાવતી કંપનીએ મોટો નફો કર્યો છે. તેના કારણે ભારતની જાહેરાતની આવકમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં શોર્ટ વિડિયો કન્ટેન્ટ જોતા સક્રિય યુઝરોની સંખ્યામાં 1.37 ગણો માસિક વધારો નોંધાયો છે. સ્થાનિક કન્સલ્ટિંગ ફર્મ RedSeer Consulting ના લેટેસ્ટ રિપોર્ટ દ્વારા આ વાત સામે આવી છે. આ ઉપરાંત, ગત વર્ષ 2020 ની સરખામણીમાં દૈનિક સક્રિય યુઝરોની સંખ્યામાં 1.1 ગણો વધારો નોંધવામાં આવ્યો છે.
ભારતમાં શોર્ટ વીડિયોની વધી રહી છે માંગ
રિપોર્ટ અનુસાર, દેશના ટોચના 50 શહેરોમાં વૈશ્વિક સોશિયલ મીડિયાનો દબદબો છે. જ્યારે ભારતીય સોશિયલ મીડિયા અને શોર્ટ ફોર્મ વિડીયો પ્લેટફોર્મનો પણ મોટો હિસ્સો છે. સોશિયલ મીડિયા પર ખર્ચવામાં આવેલા કુલ સમયના 8 ટકાનો ઓર્ગેનિક વિકાસ થયો છે. જ્યારે નોન-સોશિયલ મીડિયા (શોર્ટ-ફોર્મ વીડિયો) માં 57 ટકાનો વધારો થયો છે, જે શોર્ટ-ફોર્મ વીડિયોની ઝડપથી વધતી માંગ દર્શાવે છે. RedSeer Consulting ના ઉજ્જવલ ચૌધરીના જણાવ્યા અનુસાર, ડિજિટલ જાહેરાત ખર્ચ માત્ર 1 ટકા છે, જે છેલ્લા 6 મહિનામાં ત્રણ ગણો વધી ગયો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જેમ શોર્ટ વિડીયોની માંગ વધશે, જાહેરાતની આવક તે મુજબ વધતી રહેશે.
વર્ષ 2025 સુધીમાં બમણા થઇ જશે શોર્ટ વિડીયો એપ યુઝર્સ
એક અંદાજ મુજબ, વર્ષ 2025 સુધીમાં દેશમાં શોર્ટ વીડિયોના માસિક સક્રિય યુઝરોની સંખ્યા બમણી થઈને 650 મિલિયન થઈ શકે છે. એવો અંદાજ છે કે વર્ષ 2025 સુધીમાં 300 મિલિયન નવા ઈન્ટરનેટ યુઝરો ઉમેરવામાં આવશે. ભારતીય શોર્ટ વીડિયો બનાવવાના પ્લેટફોર્મ Josh અને Moj એપમાં વધારો નોંધાયો છે.