watchgujarat: WhatsApp Scam Alert: થોડા દિવસો પહેલા WhatsAppના નામે એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. વોટ્સએપ પર Rediroff.ru ના નામે આ કૌભાંડ શરૂ થયું હતું. આ ફિશિંગ સ્કેમ દ્વારા, છેતરપિંડી કરનારાઓ સોશિયલ એન્જિનિયરિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને વ્યક્તિગત અને નાણાકીય માહિતીને ઍક્સેસ કરે છે. છેતરપિંડી કરનારાઓ પહેલા WhatsApp પર યુઝર્સને લિંક મોકલતા હતા. જ્યારે યુઝરો લિંક પર ક્લિક કરે છે, ત્યારે એક નવું વેબપેજ ખુલે છે. આ વેબપેજમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સ સર્વે કરીને સારા રિવોર્ડ જીતી શકે છે. અને સર્વેની આડમાં યુઝર્સની તમામ માહિતી સ્કેમર્સ સુધી પહોંચી હશે.
પરંતુ આ એકમાત્ર વસ્તુ નથી. મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ના યુઝરો ને ચેતવણી આપવામાં આવી છે કે સ્કેમર્સ તેમની ઓળખ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો સાવધાન રહો.
સાયબર સુરક્ષા એજન્સીનું એલર્ટ
સાયબર સિક્યોરિટી કંપની કેસ્પરસ્કીના ડિરેક્ટર દિમિત્રી બેસ્ટુઝેવ કહે છે કે WhatsApp માં ઘણી સુરક્ષા ખામીઓ છે. યુઝરોએ તેમની કોઈપણ પ્રકારની અંગત માહિતી WhatsApp પર શેર કરવી જોઈએ નહીં.
www.express.co.uk માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, દિમિત્રી બેસ્ટુઝેવે સ્પેનિશ ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે એ સમજવું જરૂરી છે કે WhatsApp સુરક્ષિત પ્લેટફોર્મ નથી, જો કે ઘણા લોકો માને છે કે તે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે સ્કેમર્સ WhatsApp યુઝર્સના ડેટા પર નજર રાખી રહ્યા છે અને મોટી તકો શોધી રહ્યા છે.
વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં
તેમણે કહ્યું કે સૌથી સારી વાત એ છે કે તમારી અંગત માહિતી ક્યારેય પણ WhatsApp થી લઈને અન્ય સોશિયલ મીડિયા અથવા એપ દ્વારા કોઈની સાથે શેર ન કરો. ઘણા લોકો તેમની અંગત માહિતી શેર કરે છે અને આ લોકો ચપટી લેતાં જ તેમના બેંક એકાઉન્ટનો કંટ્રોલ બીજાના હાથમાં આપી દે છે.
WhatsApp, હાલમાં મેટા (અગાઉ ફેસબુક તરીકે ઓળખાતું) ની માલિકીનું છે. તેમણે કહ્યું કે યુઝર્સના ડેટાનો ઉપયોગ કે ચોરીને 'સિમ-સ્વેપિંગ' કહેવાય છે. અને સિમ સ્વેપિંગ ત્યારે જ થાય છે જ્યારે સ્કેમર્સ યુઝરોના ફોન નંબરને ક્લોન કરે છે અને નવા સિમ કાર્ડમાં તેનો ઉપયોગ કરે છે. આ રીતે તેમને યજુરની અંગત માહિતી અને તમામ પાસવર્ડ મળી જાય છે. કેટલાક કિસ્સાઓમાં, સ્કેમર્સ યુઝરોના ડેટાની ચોરી કરવા માટે કપટપૂર્ણ કૉલ્સ કરે છે.