14 એપ્રિલે પાકિસ્તાનથી આવેલી શાહિદા બીબીને અટારી બોર્ડરથી પરત મોકલાઈWatch Gujarat. દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચના હાંસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરાઈજમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે.કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લાના પોલીસવડા ને પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવા અંગે સૂચના આપવામાં આવી હતી.ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની સૂચનાથી હાંસોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચના હાંસોટ ખાતે પાકિસ્તાનથી તારીખ 14 એપ્રિલે આવેલ શાહીદા બીબી નામના મહિલાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે. શાહિદા બીબી હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે. તે 26 જુન સુધી રોકાવાના હતા પરંતુ ભારત સરકારના નિર્ણયના પગલે પોલીસે અંગે કાર્યવાહી કરી તેઓને રવાના કર્યા છે.
- 14 એપ્રિલે પાકિસ્તાનથી આવેલી શાહિદા બીબીને અટારી બોર્ડરથી પરત મોકલાઈ
Watch Gujarat. દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચના હાંસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરાઈ
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લાના પોલીસવડા ને પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવા અંગે સૂચના આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની સૂચનાથી હાંસોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચના હાંસોટ ખાતે પાકિસ્તાનથી તારીખ 14 એપ્રિલે આવેલ શાહીદા બીબી નામના મહિલાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે. શાહિદા બીબી હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે. તે 26 જુન સુધી રોકાવાના હતા પરંતુ ભારત સરકારના નિર્ણયના પગલે પોલીસે અંગે કાર્યવાહી કરી તેઓને રવાના કર્યા છે.