શપથવિધિ પહેલા જ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર આમ આદમી પાર્ટીમાં ભંગાણ થવાના એંધાણ ભુપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડી ઘરવાપસી કરશે?હું વ્યક્તિગત નિર્ણય લઇ શકુ નહીં-ભૂપત ભાયાણી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરે આવ્યા બાદમાં ગુજરાતમાં અત્ર-તત્ર-સર્વત્ર ભાજપનો ભગવો લહેરાયો છે. સત્તા પક્ષ ભાજપ સામે વિરોધ પક્ષ નાબૂદ થઇ ગયો છે. આવતીકાલે નવી સરકારની શપથવિધી યોજવા જઇ રહી છે. તે પહેલા ગુજરાતના રાજકારણમાં વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 5 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે ત્યારે એમાં આપ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.એક નહી પરંતુ ૩ થી 4 સભ્યો ભાજપમાં જોડાય તેવી અફવા વહેતી થઇ છે.એવા સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટીમાંથી જીત હાંસલ કરી હવે વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપનો ભગવો ધારણ કરવા જઇ રહ્યા છે. આજે બપોરે ૨.૦૦ વાગ્યે ગાંધીનગરમાં કેસરિયા ધારણ કરશે. શપથવિધી કાર્યક્રમમાં પહેલા જ ભુપત ભાયાણી કેસરિયો ધારણ કરશે. જીત મેળવ્યાના ત્રણ દિવસ બાદ આપના ધારાસભ્યએ પક્ષ પલટો કરી ઘરવાપસી કરી રહ્યા છે. પરંતુ હવે આ વાત પણ ભૂપત ભાયાણીએ પલટી મારી છે.આજે ગાંધીનગરમાં આવેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ભાજપનાં જોડાવાની વાત માત્ર અફવા છે. હુ મારા કામથી ગાંધીનગર આવ્યો છુ. હજુ મારા કાર્યકર્તા,મતદારો અને મારા વિસ્તારના લોકોને મળવાનુ છે. એ લોકો જે નિર્ણય લેશે તે પ્રમાણે હુ કરીશ.પરંતુ હાલ પૂરતો ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છે. આ સાથે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યુ છે મારા વિસ્તારના ખેડૂતોની ફાયદો થશે તે રીત હુ નિર્ણય કરીશ. વધુમાં કહ્યુ એક સમયે હુ ભાજપમાં જ હતો. ત્યારે મિડીયા દ્વારા સવાલ કરવામાં આવ્યો કે તો ભાજપમાંથી શા માટે ચૂંટણી ન લડ્યા.આપમાંથી ચૂંટણી લડીને ભાજપમાં જોડાય જવુ ઠીક છે. ત્યારે કહ્યુ કે હુ વ્યક્તિગત નિર્ણય કરી શકુ નહી મારી જનતા જે નિર્ણય કહેશે તેમ હુ કરીશ. એક તરફ ભાજપની પ્રશંસા કરી તો બીજી તરફ કહ્યુ કે હુ આમ આદમી પાર્ટીથી નારાજ નથી. એટલે કે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે કે પછી આમ આદમી પાર્ટીમાં ટકી રહે છે તે તો આવનારો સમય જ બતાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણી કે જે આ વિસ્તારમાં 108ની છાપ ધરાવે છે. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ પહેલા જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા.
- શપથવિધિ પહેલા જ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર
- આમ આદમી પાર્ટીમાં ભંગાણ થવાના એંધાણ
- ભુપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડી ઘરવાપસી કરશે?
- હું વ્યક્તિગત નિર્ણય લઇ શકુ નહીં-ભૂપત ભાયાણી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરે આવ્યા બાદમાં ગુજરાતમાં અત્ર-તત્ર-સર્વત્ર ભાજપનો ભગવો લહેરાયો છે. સત્તા પક્ષ ભાજપ સામે વિરોધ પક્ષ નાબૂદ થઇ ગયો છે. આવતીકાલે નવી સરકારની શપથવિધી યોજવા જઇ રહી છે. તે પહેલા ગુજરાતના રાજકારણમાં વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 5 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે ત્યારે એમાં આપ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.એક નહી પરંતુ ૩ થી 4 સભ્યો ભાજપમાં જોડાય તેવી અફવા વહેતી થઇ છે.
એવા સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટીમાંથી જીત હાંસલ કરી હવે વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપનો ભગવો ધારણ કરવા જઇ રહ્યા છે. આજે બપોરે ૨.૦૦ વાગ્યે ગાંધીનગરમાં કેસરિયા ધારણ કરશે. શપથવિધી કાર્યક્રમમાં પહેલા જ ભુપત ભાયાણી કેસરિયો ધારણ કરશે. જીત મેળવ્યાના ત્રણ દિવસ બાદ આપના ધારાસભ્યએ પક્ષ પલટો કરી ઘરવાપસી કરી રહ્યા છે. પરંતુ હવે આ વાત પણ ભૂપત ભાયાણીએ પલટી મારી છે.
આજે ગાંધીનગરમાં આવેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ભાજપનાં જોડાવાની વાત માત્ર અફવા છે. હુ મારા કામથી ગાંધીનગર આવ્યો છુ. હજુ મારા કાર્યકર્તા,મતદારો અને મારા વિસ્તારના લોકોને મળવાનુ છે. એ લોકો જે નિર્ણય લેશે તે પ્રમાણે હુ કરીશ.પરંતુ હાલ પૂરતો ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છે. આ સાથે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યુ છે મારા વિસ્તારના ખેડૂતોની ફાયદો થશે તે રીત હુ નિર્ણય કરીશ. વધુમાં કહ્યુ એક સમયે હુ ભાજપમાં જ હતો. ત્યારે મિડીયા દ્વારા સવાલ કરવામાં આવ્યો કે તો ભાજપમાંથી શા માટે ચૂંટણી ન લડ્યા.આપમાંથી ચૂંટણી લડીને ભાજપમાં જોડાય જવુ ઠીક છે. ત્યારે કહ્યુ કે હુ વ્યક્તિગત નિર્ણય કરી શકુ નહી મારી જનતા જે નિર્ણય કહેશે તેમ હુ કરીશ. એક તરફ ભાજપની પ્રશંસા કરી તો બીજી તરફ કહ્યુ કે હુ આમ આદમી પાર્ટીથી નારાજ નથી. એટલે કે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે કે પછી આમ આદમી પાર્ટીમાં ટકી રહે છે તે તો આવનારો સમય જ બતાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણી કે જે આ વિસ્તારમાં 108ની છાપ ધરાવે છે. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ પહેલા જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા.