ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ગત ૨ વર્ષથી રિસર્જંટ ઇન્ડિયા ક્વિઝનું આયોજન ઓનલાઇન માધ્યમથી કરવામાં આવે છે જેમાં ભારતનું વિશ્વને યોગદાન, ભારતના મહાપુરુષો અને તેમના વિચાર, ભારતનું સંવિધાન અને લોકતંત્ર, ભારતનાં વૈજ્ઞાનિકો, ભૂગોળ અને પ્રત્યેક ભારતીયને દેશ પ્રત્યે ગૌરવ થાય તેવી માહિતી ધરાવતાં પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. અત્યાર સુધી યુવાનો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયાં છે.આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવના વિશેષ ઉપક્રમે તારીખ ૬થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન આ ક્વિઝનું ઓનલાઇન માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની સ્વાધીનતા ચળવળના વિસરાયેલ મહાપુરુષો તથાં ઇતિહાસમાંથી ભૂસાયેલ સ્વાધીનતા સંગ્રામ વિષયક ૨૦ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેના ઉત્તર ૪૦૦ સેકેંડમાં આપવાના હતા. આ તમામ પ્રશ્નોના ઉત્તરમાં ૪ વિકલ્પ આપવામાં આવ્યા હતાં. સહભાગીઓ ક્વિઝના ઉત્તર આપ્યા પછી તરત પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકતા હતાં.૬થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન ૧૪-૨૯ વર્ષની વયના વિદ્યાર્થીઓ અને યુવાનો ભવ્ય ભારત ફાઉન્ડેશનની વેબસાઈટ પર લિંક દ્વારા ભાગ લીધો હતો. આ ક્વિઝમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં યોજાઈ હતી.ભારત ભાગ્ય વિધાતા એવા આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ ભારતની સ્વાધીનતાના શૌર્યવાન ઇતિહાસ વિશે જાણે અને વીર બલિદાનની મહાપુરુષો તથા વીરાંગનાઓનું સમર્પણ તેમને નવા ભરતનાં નિર્માણમાં સક્રિય રીતે યોગદાન આપવા પ્રેરણા આપે તે હેતુથી આ ક્વિઝનું આયોજન ભવ્ય ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક રંગમ ત્રિવેદી તથા બરોડા યુથ ફેડરેશનના સંસ્થાપક રૂકમિલ શાહના માર્ગદર્શન પ્રમાણે સંસ્થાની યુવા ટીમ કરવામાં આવ્યું.આઝાદીના અમૃત મહોત્સવના એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આહવાન હતું, કે યુવાનોમાં દેશની આઝાદીના મહાપુરુષો તથા વીરાંગનાઓનો વિશે જાગૃતિ આવે એવા કાર્યક્રમ કરવા જોઈએ એમાંથી અમને આ ક્વિઝ યોજવાની પ્રેરણા મળી હતી.આ ક્વિઝમાં ૧૪-૨૯ વર્ષના કુલ ૭૬,૩૦૦થી વધુ યુવાનોએ ભાગ લીધો. જેમાં ૫૨,૯૦૦થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ૧૯૧૦૦થી વધુ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો તથા ૪૩૦૦થી વધુ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોનો સમાવેશ થાય છે. આમાં ૯૦૦થી વધુ વિદેશમાં ભણતાં/રહેતાં ભારતીય મૂળના યુવાનોએ પણ ભાગ લીધો. કુલ ૭૧૦૦૦ જેટલાં સહભાગી વડોદરા શહેર જિલ્લામાંથી હતાં અને ૫૦૦૦ જેટલાં બીજા સહભાગી ભારતનાં વિવિધ રાજ્યોમાંથી હતાં જેમાંથી ૪૪૭૦૦ જેટલાં સહભાગીઓએ આ ક્વિઝ અંગ્રેજીમાં ભાષામાં ભાગ લીધો અને ૩૧૬૦૦ જેટલાં સહભાગીઓએ ગુજરાતી ભાષામાં આ ક્વિઝમાં ભાગ લીધો. આ ક્વિઝ માટે વડોદરાની ૩૪ શાળાઓ, ૨ યુનિવર્સિટી/કોલેજ, ૬ ટ્યુશન ક્લાસ, ૧૨ સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.આ ક્વિઝના પ્રશ્નોમાં સ્વાધીનતા સંગ્રામ સાથે જોડાયેલા કુલ ૧૨ મહાપુરુષો તથા વીરાંગનાઓ, ૫ ચળવળ, ૩ સંસ્થા વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં શ્યામજી કૃષ્ણા વર્મા, હર્શદેવ ઓલી, બાજી રાઉત, વીર સાવરકર, વી.ઓ. ચિદમ્બરમ્ પિલ્લઈ,શહીદ ગુંડુધુર, ડૉ. મહેન્દ્રલાલ સિર્કર, આચાર્ય પ્રફુલચંદ્ર રાય, પં. ગોપબંધુ દાસ, ઝવેરચંદ મેઘાણી, દુર્ગાવતી વહોરા,રાણી ચેન્નમ્માં, ઝલકારીબાઈ, વેડછી ચળવળ, પાલ ચીતર્યા હત્યાકાંડ, અટિંગલ સંગ્રામ તથા કુકા ચળવળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ ૭૬૩૦૦ સહભાગીઓમાંથી ફક્ત ૧૯૦૦૦ જેટલાં સહભાગીઓ જ આ ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યાં.આ ક્વિઝના વિજેતાઓની ઘોષણા ૨૦ ઓગસ્ટે કરવામાં આવશે જેમાં શાળાના ધો. ૬-૮, ૯-૧૨, કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેશનલસ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની જાહેરાત કરવામાં આવશે.
ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ગત ૨ વર્ષથી રિસર્જંટ ઇન્ડિયા ક્વિઝનું આયોજન ઓનલાઇન માધ્યમથી કરવામાં આવે છે જેમાં ભારતનું વિશ્વને યોગદાન, ભારતના મહાપુરુષો અને તેમના વિચાર, ભારતનું સંવિધાન અને લોકતંત્ર, ભારતનાં વૈજ્ઞાનિકો, ભૂગોળ અને પ્રત્યેક ભારતીયને દેશ પ્રત્યે ગૌરવ થાય તેવી માહિતી ધરાવતાં પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. અત્યાર સુધી યુવાનો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયાં છે.
આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવના વિશેષ ઉપક્રમે તારીખ ૬થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન આ ક્વિઝનું ઓનલાઇન માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની સ્વાધીનતા ચળવળના વિસરાયેલ મહાપુરુષો તથાં ઇતિહાસમાંથી ભૂસાયેલ સ્વાધીનતા સંગ્રામ વિષયક ૨૦ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેના ઉત્તર ૪૦૦ સેકેંડમાં આપવાના હતા. આ તમામ પ્રશ્નોના ઉત્તરમાં ૪ વિકલ્પ આપવામાં આવ્યા હતાં. સહભાગીઓ ક્વિઝના ઉત્તર આપ્યા પછી તરત પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકતા હતાં.
૬થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન ૧૪-૨૯ વર્ષની વયના વિદ્યાર્થીઓ અને યુવાનો ભવ્ય ભારત ફાઉન્ડેશનની વેબસાઈટ પર લિંક દ્વારા ભાગ લીધો હતો. આ ક્વિઝમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં યોજાઈ હતી.
ભારત ભાગ્ય વિધાતા એવા આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ ભારતની સ્વાધીનતાના શૌર્યવાન ઇતિહાસ વિશે જાણે અને વીર બલિદાનની મહાપુરુષો તથા વીરાંગનાઓનું સમર્પણ તેમને નવા ભરતનાં નિર્માણમાં સક્રિય રીતે યોગદાન આપવા પ્રેરણા આપે તે હેતુથી આ ક્વિઝનું આયોજન ભવ્ય ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક રંગમ ત્રિવેદી તથા બરોડા યુથ ફેડરેશનના સંસ્થાપક રૂકમિલ શાહના માર્ગદર્શન પ્રમાણે સંસ્થાની યુવા ટીમ કરવામાં આવ્યું.
આઝાદીના અમૃત મહોત્સવના એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આહવાન હતું, કે યુવાનોમાં દેશની આઝાદીના મહાપુરુષો તથા વીરાંગનાઓનો વિશે જાગૃતિ આવે એવા કાર્યક્રમ કરવા જોઈએ એમાંથી અમને આ ક્વિઝ યોજવાની પ્રેરણા મળી હતી.
આ ક્વિઝમાં ૧૪-૨૯ વર્ષના કુલ ૭૬,૩૦૦થી વધુ યુવાનોએ ભાગ લીધો. જેમાં ૫૨,૯૦૦થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ૧૯૧૦૦થી વધુ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો તથા ૪૩૦૦થી વધુ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોનો સમાવેશ થાય છે. આમાં ૯૦૦થી વધુ વિદેશમાં ભણતાં/રહેતાં ભારતીય મૂળના યુવાનોએ પણ ભાગ લીધો. કુલ ૭૧૦૦૦ જેટલાં સહભાગી વડોદરા શહેર જિલ્લામાંથી હતાં અને ૫૦૦૦ જેટલાં બીજા સહભાગી ભારતનાં વિવિધ રાજ્યોમાંથી હતાં જેમાંથી ૪૪૭૦૦ જેટલાં સહભાગીઓએ આ ક્વિઝ અંગ્રેજીમાં ભાષામાં ભાગ લીધો અને ૩૧૬૦૦ જેટલાં સહભાગીઓએ ગુજરાતી ભાષામાં આ ક્વિઝમાં ભાગ લીધો. આ ક્વિઝ માટે વડોદરાની ૩૪ શાળાઓ, ૨ યુનિવર્સિટી/કોલેજ, ૬ ટ્યુશન ક્લાસ, ૧૨ સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.
આ ક્વિઝના પ્રશ્નોમાં સ્વાધીનતા સંગ્રામ સાથે જોડાયેલા કુલ ૧૨ મહાપુરુષો તથા વીરાંગનાઓ, ૫ ચળવળ, ૩ સંસ્થા વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં શ્યામજી કૃષ્ણા વર્મા, હર્શદેવ ઓલી, બાજી રાઉત, વીર સાવરકર, વી.ઓ. ચિદમ્બરમ્ પિલ્લઈ,શહીદ ગુંડુધુર, ડૉ. મહેન્દ્રલાલ સિર્કર, આચાર્ય પ્રફુલચંદ્ર રાય, પં. ગોપબંધુ દાસ, ઝવેરચંદ મેઘાણી, દુર્ગાવતી વહોરા,રાણી ચેન્નમ્માં, ઝલકારીબાઈ, વેડછી ચળવળ, પાલ ચીતર્યા હત્યાકાંડ, અટિંગલ સંગ્રામ તથા કુકા ચળવળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ ૭૬૩૦૦ સહભાગીઓમાંથી ફક્ત ૧૯૦૦૦ જેટલાં સહભાગીઓ જ આ ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યાં.
આ ક્વિઝના વિજેતાઓની ઘોષણા ૨૦ ઓગસ્ટે કરવામાં આવશે જેમાં શાળાના ધો. ૬-૮, ૯-૧૨, કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેશનલસ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની જાહેરાત કરવામાં આવશે.