WatchGujarat. વડોદરામાં શિક્ષણ
સમિતિની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં નિયમિતતા આવે અને તેમનું પરિણામ ઉંચુ આવે
તેવા ઉદ્દેશ્ય સાથે ગત શૈક્ષણિક વર્ષમાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ શરૂ કરવામાં આવ્યો
હતો. જેના ઝળહળતા પરિણામ આપણી સામે છે. ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સમિતિની કુલ ચાર
શાળાઓને પ્રોજેક્ટ પ્રોગ્રેસ હેઠળ આવરી લેવામાં આવી છે. ચાર શાળાઓમાં તમામ
વર્ગોમાં દર મહિને નિયમીત આવનારા વિદ્યાર્થીઓને બરોડા યુથ ફેડરેશન દ્વારા આખુ વર્ષ
પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષે જણાવ્યા અનુસાર, તાજેતરમાં દેશ-દુનિયાની પ્રતિષ્ઠિત IIM અમદાવાદમાં સમિતિના શિક્ષકોની ટ્રેઇનીંગમાં
પ્રોજેક્ટ પ્રોગ્રેસની સિદ્ધી વર્ણવવામાં આવી છે. પ્રથમ ચરણના અંતે શાળામાં વિદ્યાર્થીઓની 11 ટકા હાજરી વધી, અને શાળાનું પરિણામ 7 ટકા જેટલું ઉંચું આવ્યું
બરોડા યુથ
ફેડરેશન રૂકમિલ શાહે જણાવ્યું કે, શિક્ષણ સમિતિની
શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત આવે, નિયમિતતાથી તેમનું પરિણામ સુધરે તથા તમામ પ્રયત્નોથી
શાળાનું પરિણામ પાછલા વર્ષની સરખામણીએ ઉંચું આવે તેવા ઉદ્દેશ્યથી ગત શૈક્ષણિક
વર્ષમાં કવિ દુલાકાક પ્રાથમિક શાળાથી પ્રોજેક્ટ પ્રોગ્રેસની શરૂઆત કરવામાં આવી
હતી. જેમાં 1400 વિદ્યાર્થીઓ હતા. પ્રોજેક્ટના અંતે સુખદ આશ્ચર્ય વચ્ચે શાળામાં
વિદ્યાર્થીઓની 11 ટકા હાજરી વધી, અને શાળાનું
પરિણામ 7 ટકા જેટલું ઉંચું આવ્યું હતું. જેને કારણે અમારી ટીમે વધુ શાળાઓને આ
પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવાનો નિર્ણય લીધો હતો.
આજથી ચાર શાળામાં પ્રોજેક્ટ
પ્રોગ્રેસ 2.0 શરૂ કરવામાં આવ્યો
રૂકમિલ શાહે
જણાવ્યું કે, આજે શિક્ષણ
સમિતિના ઉપાધ્યક્ષ હેમાંગભાઇ જોશીની પ્રેરક હાજરીમાં ચાર શાળાઓમાં કવિ દુલા કાગ
પ્રાથમિક શાળા, સ્વામી વિવેકાનંદ
પ્રાથમિક શાળા, પ્રમુખ સ્વામી
મહારાજ પ્રાથમિક શાળા, અને માધવરાવ
સદાશિવરાવ ગોળવલકર પ્રાથમિક શાળા પ્રોજેક્ટ પ્રોગ્રેસ 2.0 શરૂ કરવામાં આવ્યો
છે.તમામ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 3500 જેટલી થવા પામે છે. ચારેય શાળાઓના તમામ વર્ગોમાં ભણતા
વિદ્યાર્થીઓની નિયમિતતા અને સારા પરિણામનો એક રિપોર્ટ શાળા દ્વારા તૈયાર કરી અમને
દર મહિને આપવામાં આવશે. રિપોર્ટ મુજબ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે. આ જોઇને
અન્ય વિદ્યાર્થીઓ પણ શાળામાં નિયમિત આવવા અને સારૂ પરિણામ લાવવા માટે મહેનત કરશે
તેવો અમને ચોક્કસથી વિશ્વાસ છે.
વિદ્યાર્થીઓના
પરિણામોમાં સકારાત્મક પ્રભાવ અમારી માટે સૌથી મોટો એવોર્ડ છે
રૂકમિલ શાહે
ઉમેર્યું કે, પ્રોજેક્ટ
પ્રોગ્રેસ માટે સૌથી મોટી વાત આજે બની છે. કાર્યક્રમમાં હાજર સમિતિના ઉપાધ્યક્ષ
હેમાંગ જોશીએ કહ્યું કે, તાજેતરમાં
સમિતિના પ્રિન્સીપાલ માટે દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા પામી ચુકેલી IIM અમદાવાદમાં એક વિશેષ અભ્યાસવર્ગનું આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ અને તેની સફળતાએ વિશે જણાવવામાં
આવ્યું હતું. વિદ્યાર્થીઓના પરિણામોમાં સકારાત્મક પ્રભાવ બાદ આ અમારી માટે સૌથી
મોટો એવોર્ડ છે. ધીરે ધીરે અમારી સંસ્થા દ્વારા સમિતિની અન્ય શાળાઓને પણ પ્રોજેક્ટ
પ્રોગ્રેસમાં સમાવવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.
WatchGujarat. વડોદરામાં શિક્ષણ
સમિતિની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં નિયમિતતા આવે અને તેમનું પરિણામ ઉંચુ આવે
તેવા ઉદ્દેશ્ય સાથે ગત શૈક્ષણિક વર્ષમાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ શરૂ કરવામાં આવ્યો
હતો. જેના ઝળહળતા પરિણામ આપણી સામે છે. ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સમિતિની કુલ ચાર
શાળાઓને પ્રોજેક્ટ પ્રોગ્રેસ હેઠળ આવરી લેવામાં આવી છે. ચાર શાળાઓમાં તમામ
વર્ગોમાં દર મહિને નિયમીત આવનારા વિદ્યાર્થીઓને બરોડા યુથ ફેડરેશન દ્વારા આખુ વર્ષ
પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષે જણાવ્યા અનુસાર, તાજેતરમાં દેશ-દુનિયાની પ્રતિષ્ઠિત IIM અમદાવાદમાં સમિતિના શિક્ષકોની ટ્રેઇનીંગમાં
પ્રોજેક્ટ પ્રોગ્રેસની સિદ્ધી વર્ણવવામાં આવી છે.
પ્રથમ ચરણનાઅંતે શાળામાં વિદ્યાર્થીઓની 11 ટકા હાજરી વધી, અને શાળાનું પરિણામ 7 ટકા જેટલું ઉંચું આવ્યું