• સત્તામેળવવા માટે ભારતીય જાણતા પાર્ટીના ચુંટાયેલા પ્રતિનીધીના પરિવારવાદનું એક નવું જ ઉદાહરણ સામે આવ્યું છે.
  • ચાલુ ટર્મમાં ભાજપાએ ટીકીટ નહિ આપતા દિપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું
  • દિપક શ્રીવાસ્તવની ઉમેદવારી સામે વાંધો ઉઠાવતા સમર્થકોનો હોબાળો

WatchGujarat. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તનવા પુત્ર અને ભાજપના પુર્વ કાઉન્સિલર દિપક શ્રીવાસ્તવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ચકાસણી દરમિયાન દિપક શ્રીવાસ્તવ સામે વાંઘો ઉઠાવવામાં આવ્યો હતો. જેને પગલે જિલ્લા પંચાયતની ઓફિસ પર દિપક મધુ શ્રીવાસ્તવના સમર્થકોએ તોડફોડ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર જઇ બંદોબસ્ત ગોઠવ્યો હતો

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દબંગ હોવાની ઓળખ ધરાવે છે. તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવને અગાઉની ટર્મમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળતા તેઓ કાઉન્સિલર બન્યા હતા. ચાલુ ટર્મમાં ભાજપાએ ટીકીટ નહિ આપતા દિપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. આજે જિલ્લા પંચાયતની ઓફિસ ખાતે ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. અગાઉ દિપક શ્રીવાસ્તનવા ત્રણ સંતાન હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જે મામલે પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેરમાં મિડીયા કર્મીને પતાવી દેવાની ધમકી પણ આપી હતી.

વોર્ડ નંબર 15 ના ભાજપના ઉમેદવાર આશિષ જોષી

સોમવારે બપોરે જિલ્લા પંચાયતની ઓફિસ ખાતે ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી હતી. ત્યારે વોર્ડ નંબર 15 ના ભાજપના ઉમેદવાર આશિષ જોષીએ દિપક શ્રીવાસ્તવ વિરૂદ્ધ વધુ એક વાંધા અરજી કરી હતી. જેમાં દિપક શ્રીવાસ્તવનના નામે 4 – 5 પ્રોપર્ટી હોવાનું જણાવ્યું હતું. અને તેનો પ્રોપર્ટી ટેક્સ ભરપાઇ હોવાનું બાકી હોવાના પુરાવાઓ સાથે વાંધા અરજી કરી હતી. જેને પગલે દિપક મધુ શ્રીવાસ્તનવા સમર્થકો રોષે ભરાયા હતા. અને ફોર્મ ચકાસણી દરમિયાન જ જિલ્લા પંચાયતની ઓફિસમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. જેને પગલે માહોલ ગરમાયો છે.

તોડફોડને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફોર્મ ચકાસણીની કાર્યવાહી શાંતિપુર્વક પુર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પુત્રમ અપક્ષ ઉમેદવારી કરી રહ્યો છે. અને તેના સમર્થકો સરકારી ઓફિસમાં તોડફોડ કરી રહ્યા છે. આમ, સત્તામેળવવા માટે ભારતીય જાણતા પાર્ટીના ચુંટાયેલા પ્રતિનીધીના પરિવારવાદનું એક નવું જ ઉદાહરણ સામે આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud