• ચાર મહિના પહેલા થયેલા ઓપરેશનના સંદર્ભમાં દર્દીના મિત્રએ કિડની કેર હોસ્પિટલમાં પહોંચી હોબાળો મચાવ્યો 
  • ડોક્ટરને ભાંડી માર મારતા તબિબિ આલમમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા
  • મામલાની જાણ થતા જ પોલીસે એક્શનમાં આવીને આરોપીઓને ઝડપી પાડ્યા
  • પોલીસની ત્વરિત કામગીરીને તબિબિ સંગઠનોએ સરાહી, ભવિષ્યમાં પણ આ પ્રકારને મદદ કરવા અનુરોધ
image source – twitter

WatchGujarat. એક સમય એવો હતો કે પોલીસ હંમેશા ઘટનાને સમયવિતી ગયા બાદ જ આવતી હોય છે. તેવી માન્યતા હતી. જો કે સમયની સાથે હવે ઘણું બધું બદલાયું છે, પોલીસની કામ કરવાની રીત પણ. હવે પોલીસ ત્વરિત કામગીરી કરે છે. અને તેમની કામગીરીની સરાહના પણ કરવામાં આવે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના જવલ્લે જ કરવામાં આવે છે. પરંતુ કોઇ પણ વ્યક્તિ અથવા ડિપાર્ટમેન્ટના સારા કામની સરાહના તેને પ્રોત્સાહિત કરતી હોય છે. ડોક્ટરને માર મારવાના પ્રકરણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી ત્વરિત કામગીરીમાં પણ કંઇ એવું જ બન્યું હતું.

વારસીયા વિસ્તારમાં આવેલી કિડની કેર હોસ્પિટલમાં દર્દીના મિત્રએ ડોક્ટરને ખરી ખોટી સંભળાવી માર માર્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ થતા વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સહિતનો સ્ટાફ ઘટના સથળે દોડી ગયો હતો. અને ડોક્ટરને ભાંડનાર અને મારમારનારની ધરપકડ કરી હતી. ડોક્ટર પર થયેલી હિંસા મામલે પોલીસની ત્વરિત કામગીરીની ડોક્ટર્સ એસોશિયેશન દ્વારા સરાહના કરતો પત્ર લખવામાં આવ્યો હતો.

#Vadodara – તમારા હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ કોઈ ફર્ક પડ્યો નથી તેમ કહી કિડનીકેર હોસ્પિટલના ડોકટરને દર્દીના મિત્રએ લાફા માર્યા

બે દિવસ પહેલા રાત્રે ધવલચાર રસ્તા પાસે આવેલી કિડની કેર હોસ્પિટલમાં ડો. પ્રતિક શાહ તેમની કેબિનમાં હતા. દરમિયાન ચાર મહિના પહેલા ઓપરેશન કરાવ્યું હોય તે દર્દીના મિત્રએ રાજેન્દ્ર નારસિંહ રાઠોડ અને રતિલાલ મંગળભાઈ સોલંકીએ ડોક્ટરની કેબીનમાં પહોંચી જઇને હોબાળો મચાવ્યો હતો. કેબિનમાં ઉંચા સ્વરે ડોક્ટર દ્વારા કરવામાં આવેલા આક્ષેપમાં જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા અમારા મિત્રનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ કોઇ ફર્ક પડ્યો નથી. એમ કહીને રાજેન્દ્ર નારસિંહ રાઠોડે ડોક્ટરને ત્રણ લાફા મારી દીધા હતા. અને તેના સાથીએ ડોક્ટરને ભાંડવાનું ચાલુ રાખ્યું હતું. જો કે ડોક્ટરને માર મારતા હોસ્પિટલ સ્ટાફ ડોક્ટરની કેબિનમાં પહોંચી ગયો હતો. અને ડોક્ટરને છોડાવ્યા હતા. તથા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

મામલાની જાણ થતા જ વારસીયા પીઆઇ કીરીટ લાઠિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ડોક્ટરને માર મારનાર તથા ભાંડનાર બંને શખ્સોને પકડી પાડ્યા હતા. બંને સામે ગુજરાત મેડિકેર સર્વિસ પર્સન એન્ડ મેડિકેર સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રિવેન્શન ઓફ વાયોલન્સ એન્ડ ડેમેજ ઓર લોસ ઓફ પ્રોપર્ટી એક્ટ 2012  એક્ટ અંર્ગત ગુનો નોંધી વઘુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી ત્વરિત કામગીરીને SETU મેડીકલ એસોશિયેશન દ્વારા સરાહના કરવામાં આવી હતી. એટલું જ નહિ પોલીસને આગામી સમયમાં પણ આ પ્રકારનો સહયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. અને તબિબ પર હુમલાની ઘટનાને વઘોડી કાઢવામાં આવી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટની સારી કામગીરી અંગે શહેર પોલીસ કમિશ્નરને પત્ર લખી જાણ કરવામાં આવી હતી.

વારસીયા પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud