• સીએમ વિજય રૂપાણી કોરોના પોઝીટીવ આવ્યા બાદ આગામી સમયમાં ચુંટણી પ્રચાર પર તેની અસર જોવા મળશે
  • વડોદરામાં સીએમ સાથે રહેનાર બે આગેવાનોએ કોરોનાની રસી લીધી હતી
  • સીએમ રૂપાણી સાથે અન્ય બે નેતાઓને કોરોના પોઝીટીવ આવ્યો 
  • વડોદરામાં ચુંટણી પ્રચાર કરતા સ્થાનિક નેતાઓમાં ફફડાટ

WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સ્ટાર પ્રચારક એવા વિજય રૂપાણી ગતરોજ જાહેર સભા દરમિયાન ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમના કોરોના પોઝીટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. સીએમ. રૂપાણી સાથે સ્ટેજ પર બિરાજમાન તમામ રાજકીય ઉમેદવારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે, સીએમ સાથે સ્ટેજ પર એવા બે લોકો પણ હતા જેઓએ પ્રથમ રાઉન્ડમાં કોરોનાની વેક્સિન લીધી હતી. જેને કારણે તેઓ કોરોનાના સંક્રમણને લઇને નિશ્ચિંત હોવાનું મનાઇ રહ્યું છે.

કોરોના હજી ગયો નથી. કોરોનાથી બચવાના ઉપાયોમાં કોઇ પણ પ્રકારની ઢીલાશ કરવી નહિ, જેવું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવાર નવાર કહેતા હોય છે. પરંતુ તેમની જ પાર્ટીઓના નેતાઓની જાહેરસભામાં કોરોનાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. હાલ રાજ્યમાં ચુંટણીનો માહોલ છે. તેવા સમયે ચુંટણીલક્ષી સભાઓ રાજકીય નેતાઓ ગજવી રહ્યા છે. અને તેમાં કોરોનાના નિયમોના ઘજાગરા જ ઉડતા જોવા મળી રહ્યા છે. દરમિયાન બીજેપીના સ્ટાર પ્રચારક અને રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં પ્રથમ વખત ચુંટણીલક્ષી જાહેરસભા માટે આવ્યા હતા. સીએમની ત્રીજા સભામાં તેઓ સ્ટેજ પર ચાલુ ભાષણે ઢળી પડ્યા હતા. અને ત્યાર બાદ તેઓને વડોદારમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓ કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયું હતું.

સીએમ વિજય રૂપાણી છેલ્લા કેટલાય દિવસથી રાજ્યના જામનગર, ઘોઘા, ભાવનગર, અમદાવાદ તથા વડોદરામાં જાહેર સભા કરી ચુક્યા છે. તેવા સમયે તેમને કોરોના પોઝીટીવ આવતા તેમના સાથીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે વડોદરા ખાતે યોજાયેલી જાહેર સભામાં બે લોકો એવા હતા જેઓએ કોરોનાની વેક્સીન લીધી હતી. અને તેઓ સંક્રમણ ફેલાવવા બાબતે નિશ્ચિંત હોવાનું મનાઇ રહ્યું છે.

વડોદરા શહેર ભાજપાના પ્રમુખ ડો. વિજય શાહ અને ભારતીજ જનતા પાર્ટીના ઉમેદવાર ડો. શિતલ મિસ્ત્રી ગોત્રી મેડીકલ કોલેજ સાથે સંકળાયેલા છે. બંનેને વેક્સીનેશનના પ્રથમ તબક્કામાં 19 જાન્યુઆરીના રોજ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેને કારણે તેઓને કોરોનાનું સંક્રમણ લાગવાની શક્યતાઓ ખુબ ઓછી છે. રાજ્યના મુખ્યમંત્રી કોરોના પોઝીટીવ આવતા હવે પછીના ચુંટણી પ્રચાર પર તેની અસર જોવા મળશે તે નક્કી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud